બુધવારે પંજાબ કિંગ્સ સામે રમાયેલી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ હાર છતાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ આઈપીએલમાં એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે.
રોહિત શર્મા ટી20 ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર વિરાટ કોહલી બાદ બીજો ભારતીય બેટ્સમેન પણ બન્યો છે. જોકે, રોહિત શર્માની IPLમાં 500 ચોગ્ગા અને T20I માં 10,000 રનની સિદ્ધિઓ સિવાય, મુંબઈ ઈન્ડિયન્સ માટે ઉજવણી કરવા જેવું કંઈ નહોતું કારણ કે તેઓ પંજાબ કિંગ્સ સામે 12 રનથી હારી ગયા હતા.
IPLમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર બેટ્સમેન:
રોહિત શર્મા – 502
સુરેશ રૈના – 506
ડેવિડ વોર્નર – 515
વિરાટ કોહલી – 554
શિખર ધવન – 673