
આ સાથે, પંજાબે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે…
સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 26 જાન્યુઆરીએ કર્ણાટક અને પંજાબે ક્વાર્ટર ફાઇનલ 1 રમી હતી, જેમાં પંજાબે 9 વિકેટે જીત મેળવી હતી. આ સાથે, પંજાબે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે, જ્યાં તે 29 જાન્યુઆરીએ સેમિફાઇનલ 2 રમવાનું છે.
કર્ણાટક માત્ર 87 રનમાં ઓલઆઉટ થઈ ગયું:
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કર્ણાટક 17.2 ઓવરમાં માત્ર 87 રન બનાવીને આઉટ થઈ ગયું હતું. ટીમે ખૂબ જ નબળી શરૂઆત કરી હતી અને 51 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
સિદ્ધાર્થ કૌલે 3 વિકેટ ઝડપી હતી:
આ પછી, અનિરુધ જોષીએ 34 દડામાં 27 રન બનાવ્યા, પરંતુ ટીમના 7 બેટ્સમેન બે ડિજિટના આંકડાને પણ સ્પર્શ કરી શક્યા નહીં. સિદ્ધાર્થ કૌલે વિરોધી ટીમ તરફથી 3 વિકેટ લીધી હતી. આ સિવાય સંદીપ શર્મા, અરશદિપસિંઘ અને રમણદીપસિંહે 2-2 વિકેટ લીધી હતી.
WATCH: Siddharth Kaul’s double-wicket maiden vs Karnataka
The right-arm pacer made a stunning start with the ball & dismissed Devdutt Padikkal and Pavan Deshpande in his first over of the #SyedMushtaqAliT20 #QF1.
#KARvPUN
Watch it here
https://t.co/7NxTD2lMSQ pic.twitter.com/30flb54NdX
— BCCI Domestic (@BCCIdomestic) January 26, 2021
સરળ લક્ષ્યોનો પીછો કરવા પંજાબે પણ શરૂઆત નબળી કરી હતી. ઓપનર અભિષેક શર્મા માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ સિમરન સિંહે 12.4 ઓવરમાં ટીમને જીત અપાવવા માટે કેપ્ટન મનદીપ સિંહ સાથે અખંડ ભાગીદારી કરી હતી.



