જો રૂટ અને જોની બેયરસ્ટોના તમામ પ્રયાસો છતાં ઇંગ્લેન્ડની ટીમ પોતાના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સને વિજય સાથે વિદાય આપી શકી ન હતી. ડરહામમાં રમાયેલી આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે શરૂઆતથી જ ઈંગ્લેન્ડ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને 62 રનથી મેચ જીતી લીધી હતી.
દક્ષિણ આફ્રિકાના સુકાની કેશવ મહારાજે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેન અને એડન માર્કરામ અને જાનેમન મલાન દ્વારા તેને યોગ્ય સાબિત કરવામાં આવ્યો હતો.
વેન ડેર ડ્યુસેને શાનદાર 133, માર્કરામે 77 રન અને મલને 57 રન બનાવ્યા હતા, જેના કારણે દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટ ગુમાવીને 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જીત માટે 334 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે સારી શરૂઆત કરી હતી અને જેસન રોય અને બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી. એવું લાગતું હતું કે ટીમ છેલ્લી ODI મેચમાં જીત સાથે બેન સ્ટોક્સને ગિફ્ટ કરી શકશે પરંતુ તે પછી અવાર-નવાર વિકેટો પડતી રહી અને ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહીં.
South Africa win the opening ODI in Durham.
🏴 #ENGvSA 🇿🇦 pic.twitter.com/Bf34FKWhdc
— England Cricket (@englandcricket) July 19, 2022
રૂટના 83, બેયરસ્ટોના 63 અને રોયના 43 રનના કારણે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 271 રન જ બનાવી શકી હતી અને જોસ બટલરની કેપ્ટનશીપ હેઠળ ટીમને બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. બેન સ્ટોક્સની કારકિર્દીની આ છેલ્લી વનડે મેચ હતી અને ઈંગ્લેન્ડની ટીમ કોઈપણ કિંમતે આ મેચ જીતવા માંગતી હતી પરંતુ તેના બેટ્સમેનોએ ટીમને સાથ આપ્યો ન હતો. જો કે આ છેલ્લી વનડે મેચમાં બેન સ્ટોક્સ પણ ખાસ કંઈ કરી શક્યો નહોતો. તેનો છેલ્લો દાવ માત્ર 5 રનના વ્યક્તિગત સ્કોર પર સમાપ્ત થયો હતો.