બીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને 3 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 124 રન બનાવ્યા હતા. આ પછી, 19મી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સની મદદથી આફ્રિકાએ આ લક્ષ્યનો પીછો કર્યો અને શ્રેણીમાં 1-1ની બરાબરી પણ મેળવી લીધી.
ભલે ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ, પરંતુ વરુણ ચક્રવર્તી પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતવામાં સફળ રહ્યો. તેણે ટીમ ઈન્ડિયાની વાપસી કરવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેને અન્ય બોલર્સનો સાથ મળ્યો નહીં અને અંતે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો.
વરુણ ચક્રવર્તીએ મેચમાં ચાર ઓવરમાં 17 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. T20 ઇન્ટરનેશનલમાં આ તેની પ્રથમ પાંચ વિકેટ છે. તે T20Iમાં 5 વિકેટ લેનારો ભારતનો 5મો બોલર બન્યો છે. તેના પહેલા ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને દીપક ચહર આ કરી ચુક્યા છે. ખાસ વાત એ છે કે વરુણ સિવાય જ્યારે પણ અન્ય તમામ બોલરોએ T20Iમાં પાંચ વિકેટ ઝડપી છે ત્યારે ટીમ જીતી છે. જ્યારે સારૂ પ્રદર્શન કર્યા બાદ પણ વરુણ ચક્રવર્તીની હાર થઈ છે. તે T20Iમાં પાંચ વિકેટ લઈને મેચ હારનાર પ્રથમ ભારતીય બોલર છે.
વરુણ ચક્રવર્તીએ વર્ષ 2021માં T20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેને ટી20 વર્લ્ડ કપ 2021 માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો. જ્યાં તે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. આ પછી તેને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પરંતુ તેણે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું હોત. ત્યારબાદ સૂર્યાની કપ્તાનીમાં બાંગ્લાદેશ સામે તેનું નસીબ સુધર્યું અને તેણે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો.