ટીમ ઈન્ડિયા આવતા મહિને ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. જ્યાં ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની શ્રેણીની ત્રણેય મેચ હરારેમાં રમાશે.
વાસ્તવમાં, એવું માનવામાં આવે છે કે કેએલ રાહુલ ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળી શકે છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ વનડે શ્રેણી ભારતમાં આવતા વર્ષે યોજાનારી મેન્સ વર્લ્ડ કપ સુપર લીગનો ભાગ હશે.
નોંધનીય છે કે ભારત આવતા વર્ષે યોજાનાર ODI વર્લ્ડ (વર્લ્ડ કપ 2023) ની યજમાની કરશે. હાલમાં ઝિમ્બાબ્વે મેન્સ વર્લ્ડ કપ સુપર લીગમાં 12મા નંબર પર છે. જ્યારે આ લીગમાં 13 ટીમો છે. ઝિમ્બાબ્વેની ટીમ અત્યાર સુધી 15 મેચ રમી છે, પરંતુ માત્ર 3 મેચમાં જ જીતી શકી છે. ટીમ ઈન્ડિયા છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી. ભારતીય ટીમે તે પ્રવાસમાં 3 મેચની ODI 3 મેચની T20 શ્રેણી રમી હતી.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની વનડે શ્રેણીની ત્રણેય મેચ હરારેના મેદાન પર રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 18 ઓગસ્ટે રમાશે. જ્યારે બીજી મેચ 20 ત્રીજી મેચ 22 ઓગસ્ટે રમાશે.
