ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે હરારે મેદાન પર 18 ઓગસ્ટથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણીની તૈયારી શરૂ કરી દીધી છે. મંગળવારે ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ નેટ સેશન દરમિયાન શોટ મારતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બંને બેટ્સમેન લયમાં જોવા મળી રહ્યા છે. અને જોરથી બોલને ફટકારે છે. આ સિરીઝ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેઓ સારું રમ્યા તેમને તક મળવાની શક્યતા વધુ છે.
ટીમ ઈન્ડિયા આ પહેલા વિન્ડીઝ ટૂર પર ગઈ હતી જ્યાં શુભમન ગિલ અને શિખર ધવને ઇનિંગ્સની શરૂઆત કરી હતી. આ દરમિયાન બંને ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવવામાં સફળ રહ્યા હતા. હવે કેએલ રાહુલની વાપસીથી સમીકરણો બદલાઈ ગયા છે. જો કેએલ રાહુલ શિખર ધવન સાથે ઓપનિંગ પર આવે છે તો ગિલને ત્રીજા નંબર પર મોકલી શકાય છે.
જ્યારે શુભમન ગીલે અત્યાર સુધી 6 વનડેમાં 254 રન બનાવ્યા છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડને હજુ સુધી વનડેમાં ડેબ્યુ મળ્યું નથી. વિજય હજારે ટ્રોફીમાં ઋતુરાજનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું.
The sound of the ball being middled = pure happiness 😍
Watch out 🇿🇼, #TeamIndia batters are on 🔥🔥 in the nets! 😏
Watch the 1⃣st ODI as India take on Zimbabwe – This Thursday, 18th August, 12 Noon onwards only on #SonySportsNetwork 📺#ZIMvIND #TeamIndia #SirfSonyPeDikhega pic.twitter.com/4qz554xTB7
— Sony Sports Network (@SonySportsNetwk) August 16, 2022