ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મે 2022 થી એપ્રિલ 2025 સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તૈયાર કરાયેલ ફર્સ્ટ ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) ના ભાગ રૂપે 65 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
ICCએ શેડ્યૂલ જાહેર કર્યું જેમાં કુલ 301 મેચો (7 ટેસ્ટ, 135 ODI અને 159 T20I) સામેલ છે. ભારતે આગામી ત્રણ વર્ષમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ ઉપરાંત 27 ODI અને 36 T20 મેચ રમવાની છે. મે 2022માં FTPની શરૂઆત થઈ ત્યારથી ભારતે ત્રણ ODI અને ત્રણ T20I રમી છે.
ભારતીય ટીમ તેમની ધરતી પર ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની યજમાની કરશે. આ સિવાય ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ, શ્રીલંકા (રમ્યા છે) અને બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. આ સિવાય ‘સધર્ન સ્ટાર્સ’ સામે પાંચ મેચોની ટી-20 શ્રેણી આ વર્ષના અંતમાં રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમ 2023-24માં ભારતનો પ્રવાસ કરશે અને એક ટેસ્ટ, ત્રણ ODI અને ત્રણ T20I રમશે. ભારતીય ટીમ 2025-26માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર એટલી જ મેચ રમશે. FTPમાં સમાવિષ્ટ સાત ટેસ્ટમાંથી ઈંગ્લેન્ડ પાંચ, ઓસ્ટ્રેલિયા ચાર, દક્ષિણ આફ્રિકા ત્રણ અને ભારત બે ટેસ્ટ રમશે.
ICCના જનરલ મેનેજર ક્રિકેટ વસીમ ખાને એક નિવેદનમાં કહ્યું કે, મહિલા ક્રિકેટ માટે આ એક મોટી ક્ષણ છે. FTP ભવિષ્યના પ્રવાસના સમયપત્રકમાં નિશ્ચિતતા લાવે છે. તે ફ્રેમવર્ક માટે પણ પાયો નાખે છે જે આગામી સમયમાં વિકસાવવામાં આવશે. ICC અનુસાર, 2022-25 મહિલા ચેમ્પિયનશિપની ટીમો 2025 વર્લ્ડ કપ પહેલા ત્રણ મેચની દ્વિપક્ષીય ODI શ્રેણી રમશે.