વિરાટ કોહલીની 71મી સદીની ઉજવણી જાણે આખી દુનિયામાં ઉજવવામાં આવી હોય. પાકિસ્તાની ક્રિકેટરોએ પણ ટ્વિટર દ્વારા વિરાટને તેની 71મી સદીની શુભેચ્છા પાઠવી છે, પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાની ઓલરાઉન્ડર ઈમાદ વસીમે કિંગ કોહલીના વખાણમાં કંઈક લખ્યું, જેનાથી પાકિસ્તાની ચાહકો નારાજ થઈ ગયા.
ઇમાદે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ T20 વર્લ્ડ કપ 2021 દરમિયાન રમી હતી અને ત્યારથી તેને એકપણ મેચ રમવાની તક મળી નથી. ઈમાદે ટ્વિટર પર વિરાટ કોહલીને ટેગ કરીને લખ્યું કે પૃથ્વીનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પાછો આવ્યો છે.
The best player on the planet is back @imVkohli #GOAT𓃵
— Imad Wasim (@simadwasim) September 8, 2022
પછી શું હતું, આ ટ્વિટ પર પાકિસ્તાની ચાહકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક ચાહકે તો ત્યાં સુધી લખ્યું કે આ ક્રિકેટર બાબર આઝમથી ઈર્ષ્યા કરે છે, તેથી તેણે વિરાટ માટે આવી ટ્વીટ કરી છે.
એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકા અને પાકિસ્તાન 11 સપ્ટેમ્બરે ટકરાશે, જ્યારે ભારત અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. બંને ટીમોએ ગુરુવારે પોતાની છેલ્લી એશિયા કપ મેચ રમી હતી, જેમાં અફઘાનિસ્તાનનો 101 રને પરાજય થયો હતો. વિરાટ કોહલીએ 61 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીની આ 71મી આંતરરાષ્ટ્રીય સદી હતી. વિરાટે નવેમ્બર 2019માં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી.
Us se he to jealous hai ye
— Kamal Shah (@kamaltariq980) September 8, 2022