ઈન્ડિયા કેપિટલ્સના ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ જોહ્ન્સનને તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો અને રવિવારે બરકાતુલ્લા ખાન સ્ટેડિયમમાં લિજેન્ડ્સ લીગ મેચ દરમિયાન વિરોધી ખેલાડી સાથે ઉગ્ર દલીલ કરવા બદલ ચેતવણી પણ આપવામાં આવી હતી.
આ ઘટના ઇન્ડિયા કેપિટલ્સ અને ભીલવાડા કિંગ્સ વચ્ચેની ક્વોલિફાયર મેચ દરમિયાન બની હતી, જ્યાં જ્હોન્સન ભીલવાડા કિંગ્સના બેટ્સમેન યુસુફ પઠાણ સાથે શાબ્દિક દુર્વ્યવહારમાં ઉતર્યો હતો અને અમ્પાયરો દરમિયાનગીરી કરે તે પહેલાં યુસુફને ધક્કો મારતો જોવા મળ્યો હતો.
આ ઘટનાની વિગતવાર તપાસ કર્યા પછી, લિજેન્ડ્સ લીગ ક્રિકેટ કમિશનર રવિ શાસ્ત્રીની આગેવાની હેઠળની શિસ્ત સમિતિએ મિશેલ જ્હોન્સનને દંડ કરવાનો તેમજ સત્તાવાર ચેતવણી આપવાનો નિર્ણય કર્યો.
Mitchell Johnson fined 50% of his match fees for his on field spat with Yusuf Pathan in Legends League Cricket.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 2022
લિજેન્ડ્સ લીગ ક્રિકેટના સહ-સ્થાપક અને સીઈઓ રમણ રહેજાએ જણાવ્યું હતું કે, “અમે આ લીગ દ્વારા ગંભીર અને સ્પર્ધાત્મક ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે અહીં છીએ. ગઈકાલની ક્વોલિફાયર મેચ દરમિયાન મેદાન પર જે બન્યું તે નહોતું થવુ જોઈતું હતું. અમે ઘણા વિડિયો જોયા છે. નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ઘણી વખત. હું આશા રાખું છું કે દરેકને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે ખેલદિલી એ સૌથી મહત્વની વસ્તુ છે અને આ લીગમાં આવું કંઈપણ પુનરાવર્તન કરવામાં આવશે નહીં.”