ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે એશિયા કપ 2022ની પાંચમી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશને 59 રનથી હરાવ્યું હતું.
આ જીત સાથે ભારતીય ટીમે 2018ની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. ટૂર્નામેન્ટમાં ચોથી જીત નોંધાવ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે સેમિફાઇનલમાં પહોંચવાની અણી પર છે. ટીમ ઈન્ડિયાએ પોઈન્ટ ટેબલમાં પણ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 5 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા હતા અને ત્યારબાદ બાંગ્લાદેશને નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 100 રન પર રોકી દીધું હતું.
એશિયા કપ 2022માં પાંચ મેચમાં ભારતીય ટીમની આ ચોથી જીત છે અને હવે ટીમના 8 પોઈન્ટ થઈ ગયા છે. ટીમ ટેબલમાં નિશ્ચિતપણે ટોચ પર છે અને હવે સેમિફાઇનલમાં પહોંચવાની નજીક છે. ભારતે હવે તેની આગામી મેચ સોમવારે થાઈલેન્ડ સામે રમવાની છે અને તે મેચમાં જીત મેળવીને ટીમ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. ભારત આ ટુર્નામેન્ટમાં માત્ર પાકિસ્તાન સામે હારી ગયું છે. બાંગ્લાદેશને હરાવ્યા બાદ ભારતની નેટ 2.590 થઈ ગઈ છે.
India beat Bangladesh in Women’s #AsiaCup Cricket match; Secure place in Semi finals. #AsiaCup2022 | #INDvBAN pic.twitter.com/ogFbkUItfr
— All India Radio News (@airnewsalerts) October 8, 2022
