ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી T20 વર્લ્ડ કપ 2022 શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ રાઉન્ડમાં શ્રીલંકાનો સામનો નામિબિયા સામે થશે. આ ટૂર્નામેન્ટમાં 12 ટીમો T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવાના સપના સાથે રમશે.
વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા બંનેને પ્રથમ રાઉન્ડ રમવાનો છે, ત્યાર બાદ જ બંને સુપર-12માં જગ્યા બનાવી શકશે. વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન ક્રિસ ગેઈલે કહ્યું કે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે થશે.
ગેલે કહ્યું, ‘મને લાગે છે કે ફાઈનલ મેચ વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. વેસ્ટ ઈન્ડિઝ માટે આ ઘણું મુશ્કેલ હશે, કારણ કે ટીમનો કેપ્ટન નવો છે અને કીરોન પોલાર્ડ, આન્દ્રે રસેલ અને ડ્વેન બ્રાવો પણ હવે ટીમ સાથે નથી. જોકે ગેઈલે કહ્યું હતું કે ટીમમાં હાજર ખેલાડીઓ ખૂબ જ ખતરનાક છે અને તેની ક્ષમતા સાબિત કરવાની શક્તિ ધરાવે છે’.
તેણે આગળ કહ્યું, ‘જે ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે તે તમામ પ્રતિભાશાળી છે અને વિરોધી ટીમો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. દરેક વ્યક્તિ જાણે છે કે ક્રિકેટમાં મેચના દિવસે ખેલાડીઓ યોગ્ય રીતે રણનીતિનો અમલ કરે તે જરૂરી છે. આશા છે કે આ T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ શાનદાર રમત બતાવશે. 43 વર્ષીય ક્રિસ ગેલ આ ફોર્મેટનો સુપરહીરો રહ્યો છે’.