વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં યજમાન ટીમના સ્ટાર બેટ્સમેન માર્નસ લાબુશેનના બેટમાં આગ લાગી હતી. પ્રથમ દાવમાં બેવડી સદી ફટકાર્યા બાદ લાબુશેને બીજી ઈનિંગમાં પણ અણનમ સદી ફટકારી હતી.
આ સાથે તે ટેસ્ટમાં સદી અને બેવડી સદી ફટકારનાર વિશ્વનો માત્ર 8મો બેટ્સમેન બની ગયો છે. વોલ્ટર્સ, ગાવસ્કર, રોવે, ચેપલ, ગૂચ, લારા અને સંગાકારા લાબુશેન પહેલા આ કારનામું કરી ચૂક્યા છે. લાબુશેનની આ સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ 182 રનમાં બીજી ઇનિંગ ડિકલેર કરી હતી અને વેસ્ટ ઈન્ડિઝ સામે જીતવા માટે 498 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો.
ટેસ્ટમાં બેવડી સદી અને સદી ફટકારનાર બેટ્સમેન-
– વોલ્ટર્સ (242 અને 103) વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ 1969
– ગાવસ્કર (124 અને 220) વિ. વેસ્ટ ઈન્ડિઝ 1971
– રોવે (214&100*) વિ ન્યુઝીલેન્ડ 1972
– ચેપલ (247*&133) વિ ન્યુઝીલેન્ડ 1974
– ગૂચ (333 અને 123) વિ ભારત 1990
– લારા (221 અને 130) વિ શ્રીલંકા 2001
– સંગાકારા (319 અને 105) વિ બાન 2014