પાકિસ્તાનના માત્ર બે હિંદુ ક્રિકેટરો અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે રમી શક્યા છે, જેમાંથી એક ડેનિશ કનેરિયા છે. સ્પોટ ફિક્સિંગ માટે દાનિશ કનેરિયા પર આજીવન પ્રતિબંધ.
કનેરિયાએ આ પ્રતિબંધ સામે ઘણી વખત અપીલ કરી છે, પરંતુ હજુ સુધી તેના પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા ચીફ નજમ સેઠીના આગમન બાદ પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીને પસંદગી સમિતિનો ચીફ બનાવવામાં આવ્યો હતો. જે બાદ મોહમ્મદ આમીરની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની ચર્ચા છે. આ બધા વચ્ચે કનેરિયાએ PCB પર નિશાન સાધતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસે મદદ માંગી છે.
કનેરિયાએ સોશિયલ મીડિયા કૂસ પર લખ્યું, ‘પસંદગી સમિતિ મોહમ્મદ આમિર અને શરજીલ ખાન જેવા ફિક્સરને ટીમમાં લેવાનું વિચારી રહી છે, જેમણે દેશને એટલા માટે વેચી દીધો કારણ કે તેઓ મુસ્લિમ છે અને હિંદુ નથી. PCB હિન્દુઓને નફરત કરે છે. હિન્દુઓને તેમના અધિકારોની જરૂર છે.
કનેરિયાએ આગળ લખ્યું, ‘શું BCCI પીસીબીને આ જણાવવામાં મદદ કરશે? BCCI ICCને રેવન્યુનો 90 ટકા આપે છે, જો પાકિસ્તાન ન્યાય નહીં કરે તો BCCIએ PCB વિશે વિચારવું જોઈએ. જય શ્રી રામ, જય બજરંગ બલી.