સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઘૂંટણની સર્જરી કરાવ્યા બાદ મેદાનમાં પરત ફરવા આતુર છે. ઓસ્ટ્રેલિયા સામે 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે જાહેર કરાયેલી ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જાડેજાને ભલે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હોય, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી કરવાનો નિર્ણય ફિટનેસની ચકાસણી કર્યા બાદ જ લેવામાં આવશે. જણાવી દઈએ કે જાડેજા ઓસ્ટ્રેલિયા સીરીઝ પહેલા રણજી ટ્રોફીની ફાઈનલમાં સૌરાષ્ટ્ર માટે રમતા જોવા મળશે.
રણજી ફાઇનલમાં સૌરાષ્ટ્રનો મુકાબલો તામિલનાડુ સામે થશે. ચેન્નાઈમાં 24 જાન્યુઆરીથી ટાઈટલ મેચ શરૂ થશે. ફાઈનલ પહેલા જાડેજા ખૂબ પરસેવો પાડી રહ્યો છે. આ દિવસોમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિંગ કરી રહ્યો છે. તેણે રવિવારે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્રેનિંગનો એક વીડિયો શેર કર્યો, જેમાં તે ઝડપથી દોડતો જોવા મળી રહ્યો છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “હું હજુ પણ ભૂખ્યો છું, સખત મહેનત.” ચાહકો જાડેજાના વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
View this post on Instagram