આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની શરૂવાત થઈ ગઈ છે. તે જ સમયે, આ ટૂર્નામેન્ટની શરૂઆતથી, એક શોમાં ક્રિસ ગેઈલે જણાવ્યું હતું કે આ આઇપીએલ ટુર્નામેન્ટમાં કઇ ચાર ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂકેલા ક્રિસ ગેઈલે આઈપીએલ 2023ના પ્લેઓફની ભવિષ્યવાણી કરી છે. જેમાં તેણે તે ચાર ટીમોના નામ આપ્યા છે જે આ વર્ષે પ્લેઓફમાં રમતી જોવા મળશે. ક્રિસ ગેલે આ વર્ષે પાંચ વખતની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ, ગયા વર્ષની ફાઇનલિસ્ટ રાજસ્થાન રોયલ્સ, 2022ની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સને તક આપી છે.
ગેઈલે ચાર વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્લેઓફમાંથી બહાર કરી દીધી છે. તેમના દ્વારા સમાવિષ્ટ ટીમના છેલ્લા વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો ગયા વર્ષે આમાંથી ત્રણ ટીમ પ્લેઓફમાં ગઈ હતી. ગત વખતે માત્ર ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ જ પ્લેઓફમાં જગ્યા બનાવી શક્યા હતા.
ક્રિસ ગેઈલે તેની કારકિર્દીની શરૂઆત કોલકાતા નાઈટ રાઈડર્સથી કરી હતી. તે ત્રણ સિઝન સુધી આ ફ્રેન્ચાઈઝી સાથે રહ્યો પરંતુ તે પછી તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગયો. તેની છેલ્લી IPL ટીમ પંજાબ કિંગ્સ હતી. ગેઈલે 142 આઈપીએલ મેચોમાં 148.96ની સ્ટ્રાઈક રેટ અને 39.72ની એવરેજથી 4965 રન બનાવ્યા છે.