મુંબઈ ઈન્ડિયન્સ ભલે 2013થી રોહિત શર્માની કપ્તાનીમાં પાંચ વખત આઈપીએલ ટ્રોફી કબજે કરી ચુકી હોય, પરંતુ તે સિઝનથી મુંબઈના કપાળ પર એક કલંક લાગેલું છે, જે 2023 સુધી ધોઈ શકાયું નથી.
સતત 11મી સિઝનમાં એવું જોવા મળી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ સિઝનની પોતાની પ્રથમ મેચ હારી ગઈ છે. આ વખતે મુંબઈને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીના હાથે હારનો સામનો કરવો પડ્યો છે.
મુંબઈએ છેલ્લી વખત 2012માં સિઝનની પોતાની પ્રથમ મેચ જીતી હતી, પરંતુ ત્યારથી ટીમ ક્યારેય પ્રથમ મેચ જીતી શકી નથી. જોકે, સારી વાત એ છે કે આ દરમિયાન ટીમે પાંચ ટાઇટલ જીત્યા છે. વર્ષ 2013, 2015, 2017, 2019 અને 2020માં મુંબઈની ટીમ IPL ચેમ્પિયન બની છે. છેલ્લી બે સિઝન ટીમ માટે સારી રહી નથી. ખાસ કરીને 2022ની સીઝન, જ્યાં ટીમ માત્ર 4 મેચ જીતી શકી હતી.
રોહિત શર્માની કપ્તાનીમાં 2013માં RCB, 2014 અને 2015માં KKR, 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, 2018માં ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSK, 2019માં દિલ્હી કેપિટલ્સ, 2020માં CSK, 202020202021માં દિલ્હી કેપિટલ્સ જીતી હતી. અને હવે ફરી 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું છે. આરસીબીએ જ આ શ્રેણીની શરૂઆત કરી હતી.