આ તસવીરમાં તે આંખો બંધ કરીને પત્નીના બેબી બમ્પને ચુંબન કરતો જોવા મળી રહ્યો છે…
બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસન ટૂંક સમયમાં ત્રીજી વખત તેના પિતા બનશે. તેની પત્ની ઉમ્મે અહેમદ શિશિર ગર્ભવતી છે અને તે આ વર્ષે પોતાનાં ત્રીજા સંતાનને જન્મ આપશે. શાકિબ હાલમાં તેના પરિવાર સાથે અમેરિકા છે. તાજેતરમાં શાકિબે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે આંખો બંધ કરીને પત્નીના બેબી બમ્પને ચુંબન કરતો જોવા મળી રહ્યો છે.
આ ફોટા સાથે તેણે લખ્યું- હેપ્પી ન્યુ યર, નવી શરૂઆત, બધાને નવી વાત. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી શાકિબ અલ હસન માટે ખૂબ જ મુશ્કેલીઓ આવી હતી. તે 15 મહિનાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી.
View this post on Instagram
શાકિબ પહેલાથી જ 2 બાળકોનો પિતા છે. શાકિબનો પહેલો સંતાન એલાઇના ઉબર હસન 8 નવેમ્બર 2015 ના રોજ થયો હતો. જ્યારે તે 24 એપ્રિલ 2020 ના રોજ ઇરામ હસનનો પિતા બન્યો હતો. શાકિબે 2012 માં ઉમ્મ અહમદ શિશિર સાથે લગ્ન કર્યા હતા.