હાર્દિક પંડ્યા તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં વનડે અને ટી 20 શ્રેણી રમ્યા બાદ પરત ફર્યો..
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શુક્રવારે પુત્રો અગસ્ત્ય અને નતાસા સ્ટેન્કોવિચ સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. આ ઓલરાઉન્ડર સાન્તાક્લોઝ કોસ્ચ્યુમ પહેરેલો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યા તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં વનડે અને ટી 20 શ્રેણી રમ્યા બાદ પરત ફર્યો હતો જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારત માટે કેટલીક મેચ જીતી હતી.
નાતાલની શુભેચ્છા પાઠવતા, તેણે લખ્યું, “મેરી ક્રિસમસ”, તેણે અગસ્ત્ય સાથે એક મનોહર ચિત્ર પણ શેર કર્યો, જ્યાં તે બંને સાન્તાક્લોઝ પોશાક પહેરેલા જોવા મળે છે. હાર્દિકે આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, “મારા પુત્રની પહેલી ક્રિસમસ.” હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ તેના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે, કારણ કે તે લાંબા સમયથી ભારતીય ટીમ સાથે હતો અને અગાઉ આઈપીએલમાં વ્યસ્ત હતો.
View this post on Instagram
View this post on Instagram