ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને તાજેતરમાં લાઈવ કોમેન્ટ્રી દરમિયાન ભારતીય ઓપનર કેએલ રાહુલનું અપમાન કર્યું હતું. વાયરલ ટ્વીટ મુજબ ઈંગ્લેન્ડના આ પૂર્વ ખેલાડીએ રાહુલની બેટિંગને બોરિંગ ગણાવી છે.
બુધવારે રાત્રે, જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2023ની 26મી મેચ રમાઈ હતી. લખનૌએ મેચ 10 રને જીતી લીધી હતી, પરંતુ મેચ દરમિયાન કેએલ રાહુલની ધીમી બેટિંગને કારણે ઘણી ટીકા થઈ હતી.
ટ્વિટર પર કેવિન પીટરસનની એક ટિપ્પણી વાયરલ થઈ રહી છે જેમાં લખ્યું હતું કે તેણે RR vs LSG મેચ દરમિયાન KL રાહુલની બેટિંગને બોરિંગ ગણાવી હતી. લાઈવ કોમેન્ટ્રી દરમિયાન, તેણે કહ્યું કે ‘કેએલ રાહુલને પાવરપ્લેમાં બેટિંગ કરતા જોવું એ મેં અત્યાર સુધીની સૌથી કંટાળાજનક બાબત છે’.
તમને જણાવી દઈએ કે, ટોસ હાર્યા બાદ કેએલ રાહુલે લખનૌ સુપર જાયન્ટ્સ માટે કાયલ મેયર્સ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. ટ્રેન્ટ બોલ્ડની પ્રથમ ઓવરમાં રાહુલ એક પણ રન ન બનાવી શક્યો અને તે મેડન ઓવર હતી. T20 ક્રિકેટમાં મેડન ઓવર મેળવવી મોટી વાત છે.
આ સિવાય પાવરપ્લેમાં રાહુલના બેટમાંથી 19 બોલમાં માત્ર 19 રન જ બન્યા હતા, જેના કારણે ટીમ પ્રથમ 6 ઓવરમાં માત્ર 37 રન જ બનાવી શકી હતી. આ મેચમાં રાહુલે 32 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા.
જો કે, મેચ બાદ કેએલ રાહુલે સ્પષ્ટ કર્યું કે આ પિચ 180 નહીં પરંતુ 160ની છે અને પિચ પર ઉછાળો ઓછો હતો, જેના કારણે બેટ્સમેનને ધ્યાનથી રમવાની જરૂર હતી.
Oh man.. Kevin Pietersen said this in live commentary "Watching KL Rahul bat in the powerplay is the most boring thing I've ever done." pic.twitter.com/y8m4g2ZNT4
— Vishal. (@SPORTYVISHAL) April 19, 2023