આ વર્ષે ભારત દ્વારા ICC વર્લ્ડ કપની યજમાની થવાની છે અને તે પહેલા પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાને પોતાનું કૌશલ્ય બતાવવાનું શરૂ કરી દીધું છે. ફખર ઝમાનને એપ્રિલ મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મન્થ જાહેર કરવામાં આવ્યો છે.
ફખર જમાનની સાથે શ્રીલંકાના પ્રભાત જયસૂર્યા અને ન્યુઝીલેન્ડના માર્ક ચેપમેનને આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. ફખર ઝમાને તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે શ્રેણીમાં બે સદી ફટકારી હતી, જેમાં પાકિસ્તાનના રેકોર્ડ રનનો પીછો કરતી વખતે 180 રનનો સમાવેશ થાય છે. સિરીઝની પ્રથમ મેચમાં ફખરે 117 રન બનાવ્યા હતા જ્યારે બીજી મેચમાં તેણે 180 રન બનાવ્યા હતા.
વન-ડે ઈન્ટરનેશનલમાં ફખર ઝમાનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને તે મજબૂત ફોર્મમાં પણ ચાલી રહ્યો છે. પાંચ મેચની વનડે શ્રેણીમાં, ફખર ઝમાને પાંચ ઇનિંગ્સમાં 90.75ની સરેરાશથી કુલ 363 રન બનાવ્યા હતા. ફખરનો સ્ટ્રાઈક રેટ પણ 99.45 હતો. આ શ્રેણીમાં ફખરના બેટમાંથી 41 ચોગ્ગા અને સાત છગ્ગા નીકળ્યા હતા. પાકિસ્તાને સિરીઝ 4-1થી જીતી હતી અને ફખર ઝમાનને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
આ વર્ષે આઈસીસી વર્લ્ડ કપ રમાવાનો છે, જેની યજમાની ભારત કરશે, તેથી તમામ ટીમોએ અત્યારથી જ વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફખર ઝમાનનું આવું રમવું પાકિસ્તાન માટે સારો સંકેત છે. ફખર અને ઇમામ-ઉલ-હકની ઓપનિંગ જોડી અત્યાર સુધી સારી કેમેસ્ટ્રી શેર કરતી જોવા મળી રહી છે.
Jis tareeqay se Chapman bhai ne hame T20I me koota tha, mujhe to laga usko hi mile ga. But grateful to all the voters and fans for rooting out for me. 🙌 #Honoured pic.twitter.com/CdZNg9tqnG
— Fakhar Zaman (@FakharZamanLive) May 9, 2023