વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો આજે ત્રીજો દિવસ છે ત્યારે ભારતીય ટીમ પર હારનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે ભારત માટે સૌથી મહત્વનું આ ટેસ્ટ મેચ ભારતીય ટેસ્ટ તેમનું નેતૃત્વ કરનાર રોહિત શર્મા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ભારતીય ટીમ દ્વારા આ ટેસ્ટમાં અત્યાર સુધીમાં ત્રણ મોટી ભૂલ કરવામાં આવી છે જે નીચે મુજબ છે.
નંબર એક વિશ્વના નંબર એક ટેસ્ટ બોલરનું ચયન ન કરાયું:
રવિચંદ્રન અશ્વિન હાલ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક પર છે ત્યારે ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ટેસ્ટ મેચમાં તેમને ટીમમાં સ્થાન ન આપવામાં આવ્યું તે પણ ભારતની આ સ્થિતિનો એક ભાગ છે.
નંબર 2 ફાસ્ટ બોલરને લઈને મૂંઝવણ:
ઉલ્લેખનીય છે કે ભારત જ્યારે ટોસ જીતીને બોલિંગ કરી ત્યારે રોહિત શર્મા ફાસ્ટ બોલરના ચયન બાબતે થોડા મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું હતું જેના કારણે ભારતની બોલિંગ દરમિયાન તેમના દ્વારા બોલરોના એન્ડ પણ ચેન્જ કરવામાં ન આવ્યા.
નંબર ત્રણ ફિલ્ડ પ્લેસમેન્ટ:
માત્ર ૭૬ રન પર જ્યારે ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પડી ગઈ હતી ત્યારે સૌ કોઈને લાગી રહ્યો હતું કે ભારત ઓસ્ટ્રેલિયા ને વહેલી તકે ઓલ આઉટ કરી દેશે પરંતુ ત્રણ વિકેટ પડ્યા બાદ ખરાબ ફિલ્ડ પ્લેસમેન્ટના કારણે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન રન બનાવવામાં સફળ થયા હતા.