ઓસ્ટ્રેલિયા અને ભારત (AUS vs IND) વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ (WTC ફાઈનલ 2023)નો ત્રીજો દિવસ શુક્રવારે રમાઈ રહ્યો છે. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાને હારનો ખતરો છે કારણ કે ઓસ્ટ્રેલિયાએ 242 રનની લીડ મેળવી લીધી છે અને ટીમની હજુ 8 વિકેટ બાકી છે.
પરંતુ ફાઈનલ મેચના ચોથા અને પાંચમા દિવસે વરસાદની સંભાવના છે, જેના કારણે ફાઈનલ મેચ પણ ડ્રો થઈ શકે છે. તેથી જો મેચ ડ્રોમાં સમાપ્ત થશે, તો ટ્રોફી બંને ટીમો વચ્ચે વહેંચવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે ડ્રો બાદ બંને ટીમોને કેટલા પૈસા મળશે? તો ચાલો આજે તમને જણાવીએ કે જો ફાઈનલ મેચ ડ્રો થાય તો બંને ટીમોને કેટલા પૈસા મળશે.
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ભારે દબદબો છે. પરંતુ ચોથા અને પાંચમા દિવસે ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે મેચ ડ્રો થઈ શકે છે અને બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે જે ટીમ WTC ફાઈનલ મેચ જીતશે તેને ICC તરફથી 13.23 કરોડ રૂપિયા મળશે. જ્યારે રનર્સઅપ ટીમને 6.61 કરોડ રૂપિયા મળશે. પરંતુ જો ફાઇનલ મેચ ડ્રો રહી તો બંને ટીમોને 6.61 કરોડ રૂપિયા મળશે.
