ICC ODI વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ભારતની ધરતી પર રમાશે. હવે વર્લ્ડ કપને લઈને આઈસીસી દ્વારા ટૂંક સમયમાં સમયપત્રક જાહેર કરવામાં આવી શકે છે. બીસીસીઆઈ દ્વારા ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને મોકલવામાં આવ્યો છે અને તેના પર તમામ દેશો પાસેથી ફીડબેક લેવામાં આવ્યો છે.
આ દિવસે ભારત-પાકિસ્તાન મેચ યોજાશે
ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, વિશ્વકપની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને છેલ્લી વખતની ઉપવિજેતા ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. તે જ સમયે, ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે.
Ind vs Pak World Cup: ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ જાહેર!
8 ઑક્ટોબર vs ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ
11 ઓક્ટોબર vs અફઘાનિસ્તાન દિલ્હી
15 ઓક્ટોબર vs પાકિસ્તાન, અમદાવાદ
19 ઓક્ટોબર vs બાંગ્લાદેશ, પુણે
22 ઓક્ટોબર vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા
29 ઓક્ટોબર vs ઈંગ્લેન્ડ, લખનૌ
2 નવેમ્બર vs ક્વોલિફાયર, મુંબઈ
5 નવેમ્બર v દક્ષિણ આફ્રિકા, કોલકાતા
11 નવેમ્બર vs ક્વોલિફાયર, બેંગલુરુ