ોવર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની સફર પૂરી થઈ ગઈ છે અને કાંગારૂ ટીમ તેની આગામી સફર માટે નીકળી ગઈ છે જ્યાં ઈંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા એશિઝ શ્રેણી રમી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી, જે 16 થી 20 જૂન વચ્ચે રમાઈ હતી. પ્રથમ ટેસ્ટ મેચ સમાપ્ત થયા બાદ બંને ટીમો પાસે એક સપ્તાહનો સમય છે.
પરંતુ હવે એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાંગારૂ ટીમનો ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક મહિલા ખેલાડીઓમાં ચાલી રહેલી એશિઝ મેચની ટિકિટ મેળવવા માટે પોતાના વારાની રાહ જોતો કતારમાં ઊભો જોવા મળ્યો હતો.
આ દિવસોમાં એશિઝ ટ્રોફી માટે મેચ ચાલી રહી છે જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પ્રથમ મેચની સમાપ્તિ બાદ ટિકિટ લેવા માટે સ્ટેડિયમની બહાર રાહ જોતો જોવા મળ્યો હતો.
જો કે મિચેલ સ્ટાર્કને પ્રથમ મેચમાં રમવાની તક મળી ન હતી. સ્ટાર્કે અન્ય ખેલાડીઓની જેમ કોઈપણ વીઆઈપી ટ્રીટમેન્ટ વિના સામાન્ય નાગરિકની જેમ કાઉન્ટર પરથી ટિકિટ લીધી. આ પ્રકારનું વર્તન જોઈને ચાહકોની ખુશીનો પાર નથી.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહેલી મેચમાં તેની પત્ની અને ક્રિકેટર એલિસા હીલીને સપોર્ટ કરવા આવ્યા હતા, જેમાં એલિસા હીલી કેપ્ટનશિપ કરશે. તમને જણાવી દઈએ કે મહિલા ટીમની આ એશિઝ ટ્રોફી મેચમાં એલિસા હીલી પ્રથમ વખત ટેસ્ટની કેપ્ટનશીપ કરી રહી છે. કારણ કે ઓસ્ટ્રેલિયા ટીમની નિયમિત કેપ્ટન મેગ લેનિંગ ટીમથી દૂર છે.
