વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓપનર ક્રિસ ગેલનું માનવું છે કે બિગ-3 એટલે કે ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા દ્વારા રમાતી વધુ પડતી ટેસ્ટ ક્રિકેટને કારણે રમત મરી રહી છે. યુનિવર્સ બોસનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ખીલવા માટે, વેસ્ટ ઈન્ડિઝ જેવા નાના બોર્ડના ખેલાડીઓને પણ રમવા માટે સારો પગાર મળવો જોઈએ.
ટેસ્ટ ક્રિકેટ કરતાં ખેલાડીઓ ટી-20 ક્રિકેટને પસંદ કરે છે તે અંગે પૂછવામાં આવતા ક્રિસ ગેલે કહ્યું, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં બધું બદલાઈ ગયું છે. ક્રિકેટમાં હવે એટલો બધો પૈસા છે કે તે એક મોટો બિઝનેસ બની ગયો છે. દુઃખની વાત એ છે કે માત્ર મોટી બે-ત્રણ ટીમો (ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા)નો દબદબો છે જેના કારણે ક્રિકેટ ખતમ થઈ રહ્યું છે.
તેણે કહ્યું, “નાની ટીમોને પણ સમાન પૈસા મળવાની જરૂર છે જેથી નવી પ્રતિભા સામે આવે. મહિલા ક્રિકેટને પણ સમાન પગારની જરૂર છે. તેઓને તેમના લાયક પૈસા નથી મળી રહ્યા.
જ્યારે તેને વન-ડે ફોર્મેટના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘હવે કંઈ પણ અનુમાન કરી શકાય નહીં. આ વર્લ્ડ કપ પર ઘણું નિર્ભર રહેશે. ચાલો જોઈએ કે તે કેટલું સફળ થાય છે અને તેમાં કોઈ ફેરફારની જરૂર છે કે કેમ.
વર્લ્ડ કપ 2023માં કુલ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. તેમાંથી 8 ટીમો સીધી ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે અન્ય બે ટીમો વર્લ્ડ કપ ક્વોલિફાયર રમીને અહીં પહોંચશે. ICC રેન્કિંગમાં ટોપ-8માંથી બહાર હોવાને કારણે વેસ્ટ ઈન્ડિઝને પણ ક્વોલિફાયર મેચો રમવાની છે અને ત્યાં પણ તેની હાલત ખરાબ છે.