ત્રિનિદાદ અને ટોબેગોના ક્વીન્સ પાર્ક ઓવલ સ્ટેડિયમ ખાતે ભારત vs વેસ્ટ ઈન્ડિઝ (IND vs WI) વચ્ચેની બીજી ટેસ્ટ ચાલુ છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ મેચમાં ભારત ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું અને રોહિતે શાનદાર બેટિંગ કરી અને ટેસ્ટ ક્રિકેટમાં ઓપનર તરીકે 2000 રન પૂરા કર્યા.
તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ ભારત માટે અત્યાર સુધી 52 ટેસ્ટ મેચ રમી છે, જે દરમિયાન તેના બેટમાંથી 3603 રન નિકળી ચૂક્યા છે. જ્યારે ઓપનર તરીકે તેણે 2000થી વધુ રન બનાવ્યા છે. સમાચાર લખતી વખતે ભારતીય કેપ્ટન ક્રીઝ પર હાજર હતો અને યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સાથે ભાગીદારી કરી રહ્યો હતો. હવે રોહિત શર્મા આ ઇનિંગને વધુ આગળ લઇ જશે અને તેને સદીમાં પરિવર્તિત કરશે તેવી દરેક વ્યક્તિ અપેક્ષા રાખશે.