પાપુઆ ન્યુ ગિનીએ ટી20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય કર્યું છે. ઇસ્ટ એશિયા પેસિફિક ક્વોલિફાયરમાં ફિલિપાઇન્સને 100 રને હરાવીને પાપુઆ ન્યૂ ગિનીએ બીજી વખત T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે.
પાપુઆ ન્યુ ગિની ગ્રૂપમાં ટોચ પર છે અને એક પણ મેચ હારી નથી. પાપુઆ ન્યુ ગિનીએ વર્ષ 2021માં T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે.
પાપુઆ ન્યુ ગીનીએ અત્યાર સુધી રમાયેલી તમામ પાંચ મેચ જીતી છે અને તે તેના ગ્રુપમાં ટોચ પર છે. ટીમનો આગામી મુકાબલો જાપાન સાથે છે, જે હાલમાં આ ગ્રુપમાં બીજા સ્થાને છે. પૂર્વ એશિયા પેસિફિક ક્વોલિફાયરમાંથી માત્ર એક ટીમ 2024 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાની હતી.
પાપુઆ ન્યુ ગિનીએ ઈસ્ટ એશિયા પેસિફિક ક્વોલિફાયર ટૂર્નામેન્ટની તેમની પાંચમી મેચમાં ફિલિપાઈન્સને 100 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પાપુઆ ન્યુ ગિનીએ 20 ઓવરમાં છ વિકેટે 229 રન બનાવ્યા હતા. ફિલિપાઈન્સની ટીમ સાત વિકેટે 129 રન જ બનાવી શકી હતી.
વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ યજમાન તરીકે ટૂર્નામેન્ટનો ભાગ હશે. વર્ષ 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપની ટોચની આઠ ટીમો (ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા) પણ આ ટુર્નામેન્ટમાં રમશે. રેન્કિંગના આધારે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને પણ આ ટૂર્નામેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
ICC Men’s #T20WorldCup 2024 bound ✈️🏆
Congratulations, Papua New Guinea! 🙌 pic.twitter.com/Y7jKSU6Hxq
— ICC (@ICC) July 28, 2023