ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની આ દિવસોમાં અમેરિકામાં છે. ક્રિકેટ ઉપરાંત ધોનીને ટેનિસ પણ પસંદ છે અને તે યુએસ ઓપન 2023ની મજા માણવા માટે જ અમેરિકા ગયો છે.
ધોની યુએસ ઓપન 2023ની પુરુષોની ક્વાર્ટર ફાઈનલ મેચમાં કેમેરામાં કેદ થયો હતો. ધોનીની જે વીડિયો ક્લિપ શેર કરવામાં આવી રહી છે તેમાં તે કાર્લોસ અલ્કારાજની પાછળ બેઠો જોવા મળી રહ્યો છે. અલ્કારાઝે ક્વાર્ટર ફાઈનલ મેચમાં એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. કાર્લોસ આ વર્ષે વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂક્યો છે અને યુએસ ઓપન ટાઈટલના પ્રબળ દાવેદાર તરીકે પણ જોવામાં આવે છે.
Like us, @msdhoni is a tennis fan too 🥹
Indian cricket sensation Mahendra Singh Dhoni was in the audience for the quarter-final clash between @carlosalcaraz & @AlexZverev 🎾#SonySportsNetwork #USOpen | @usopen pic.twitter.com/STPmLlCdvS
— Sony Sports Network (@SonySportsNetwk) September 7, 2023
