ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે નેધરલેન્ડ સામે વર્લ્ડ કપની મેચમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. વોર્નરની કારકિર્દીની આ 22મી ODI સદી છે અને આ વર્લ્ડ કપમાં તેની સતત બીજી સદી છે.
આ સદીના આધારે વોર્નર વર્લ્ડ કપના ઈતિહાસમાં સંયુક્ત રીતે સૌથી વધુ સદી ફટકારનાર બીજા નંબરનો બેટ્સમેન બન્યો. વર્લ્ડ કપમાં આ તેની છઠ્ઠી સદી છે.
આ સાથે જ તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. સચિનના નામે વર્લ્ડ કપમાં 6 સદી છે. જોકે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે જેણે 7 સદી ફટકારી છે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી:
રોહિત શર્મા- 7
સચિન તેંડુલકર- 6
ડેવિડ વોર્નર- 6
કુમાર સંગાકારા- 5
રિકી પોન્ટિંગ- 5
સૌરવ ગાંગુલી- 4
વોર્નર વર્લ્ડ કપ ઈતિહાસમાં સતત બે સદી ફટકારનાર ચોથો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બની ગયો છે. આ પહેલા માર્ક વો, રિકી પોન્ટિંગ અને મેથ્યુ હેડન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. વોર્નર 91 બોલમાં ચોગ્ગાની મદદથી સદી પૂરી કરીને 104 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
સૌથી ઓછી ઇનિંગ્સમાં ODI સદી:
126 – હાશિમ અમલા
143-વિરાટ કોહલી
153 – ડેવિડ વોર્નર*
186 – એબી ડી વિલિયર્સ
188 – રોહિત શર્મા
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સતત સદી:
2 – માર્ક વો (1996)
2 – રિકી પોન્ટિંગ (2003-07)
2 – મેથ્યુ હેડન (2007)
2 – ડેવિડ વોર્નર (2023)*
વર્લ્ડ કપમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ઓપનર:
16 – સચિન તેંડુલકર
11 – રોહિત શર્મા
9 – એડમ ગિલક્રિસ્ટ
9-સનત જયસૂર્યા
9 – ડેવિડ વોર્નર
8 – ક્રિસ ગેલ
મેન્સ ODI વર્લ્ડ કપમાં ઓપનર દ્વારા સૌથી વધુ રન:
1767: સચિન તેંડુલકર
1303 : ડેવિડ વોર્નર