ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક લાબા સમયથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. જે બાદ હવે તેણે ઈંગ્લેન્ડની ટીમમાં મોટું સ્થાન લેવાનો નિર્ણય કર્યો છે.
વાસ્તવમાં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે પરંતુ તે પહેલા ભારત A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે બે પ્રેક્ટિસ મેચ રમાશે. હવે દિનેશ કાર્તિક બીજી પ્રેક્ટિસ મેચ માટે 18 જાન્યુઆરી સુધી ઈંગ્લેન્ડ લાયન્સ સાથે બેટિંગ સલાહકાર તરીકે જોડાયેલા રહેશે. જે બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે શું દિનેશ કાર્તિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે?
વાસ્તવમાં દિનેશ કાર્તિકે હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ન હતી. દિનેશ કાર્તિક લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર હોવા છતાં તેણે હજુ સુધી નિવૃત્તિની જાહેરાત કરી નથી. જ્યાં સુધી કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ ન લે ત્યાં સુધી તે કોઈપણ ટીમનો કોચ બની શકે નહીં. જે બાદ હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે દિનેશ કાર્તિક ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ સિવાય દિનેશ કાર્તિક અત્યાર સુધી આઈપીએલ પણ રમી રહ્યો છે. હવે જો દિનેશ કાર્તિક કોઈપણ ટીમનો કોચ બનવા ઈચ્છે છે તો તેણે પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી પડશે. બેટિંગ કન્સલ્ટન્ટ તરીકે ઈંગ્લેન્ડ લાયન્સમાં જોડાવાના સમાચાર ખુદ ઈંગ્લેન્ડ ક્રિકેટે X પર પોસ્ટ કરીને શેર કર્યા છે.
Dinesh Karthik adds local experience to England Lions coaching team for India A series 🦁🇮🇳
See who else is joining lead coach Neil Killeen in Ahmedabad 👇
— England Cricket (@englandcricket) January 10, 2024
દિનેશ કાર્તિક છેલ્લે 2022 T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. ત્યારથી તે સતત ટીમની બહાર છે. દિનેશ કાર્તિકનું ઈન્ટરનેશનલ કરિયર પણ આવું જ રહ્યું છે, જ્યારે તેને ટીમમાંથી બહાર કરવામાં આવે છે ત્યારે તે લાંબા સમય સુધી ટીમની બહાર રહે છે.