IPLમાં દુનિયાના ઘણા મોટા ખેલાડીઓ રમે છે. પરંતુ કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ IPLનો ભાગ નથી રહ્યા. આ વખતે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો ઓપનિંગ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL 2024માં રમવા જઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાનો ખતરનાક બોલર મિશેલ સ્ટાર્ક IPL 2024માં 9 વર્ષ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વાપસી કરવા જઈ રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ખતરનાક ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કનો IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સે સમાવેશ કર્યો છે. મિચેલ સ્ટાર્ક લગભગ 9 વર્ષ બાદ IPL સિઝન રમવા જઈ રહ્યો છે. આ પહેલા મિચેલ સ્ટાર્ક વર્ષ 2015માં રમતા જોવા મળ્યો હતો. મિચેલ સ્ટાર્કે છેલ્લે 2015માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી બોલિંગ કરી હતી. મિશેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે કારણ કે મિશેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો.
મિચેલ સ્ટાર્કનું નામ દુનિયાના સૌથી ખતરનાક બોલરોમાં આવે છે. કારણ કે મિશેલ પોતાના ખતરનાક બાઉન્સરોથી બેટ્સમેનોને ઉડાવી દે છે. મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 60 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે જેમાં તેણે 74 વિકેટ લીધી છે.
