
પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન કિરેન પોલાર્ડ એકલા હાથે જીત અપાવી હતી…
વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટી 20 મેચ ઘણી રીતે યાદ રહેશે. આ મેચમાં શ્રીલંકાના બોલર અકિલા ધનંજયે પહેલા હેટ્રિક લીધી હતી અને ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન કિરેન પોલાર્ડે 6 સિક્સર ફટકારીને મેચને યાદગાર બનાવી દીધી હતી. પોલાર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6 સિક્સર ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો છે. તેના પહેલાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હર્ષેલ ગિબ્સ અને ભારતના ડાબા હાથના બેટ્સમેન યુવરાજસિંહે આ સિદ્ધિ પુનરાવર્તિત કરી છે. યુવરાજસિંહે પોલાર્ડના 6 સિક્સર પર પોતાનો જવાબ આપ્યો છે.
2007 ના પહેલા ટી 20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના બોલર સ્ટુઅર્ટ બ્રોડને યુવરાજ સિંહે 6 સિક્સર ફટકારી હતી અને ટી 20 ક્રિકેટમાં તે કરનારો પહેલો ખેલાડી બન્યો હતો. પરંતુ પોલાર્ડે પણ શ્રીલંકા સામે આ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું અને યુવરાજ સિંહના રેકોર્ડની બરાબરી કરી. યુવરાજસિંહે પોલાર્ડના 6 સિક્સર પર સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. યુવરાજ સિંહ પોલાર્ડના સિક્સર પર ટ્વીટ કરતા તેણે કહ્યું કે અમારી ક્લબમાં સ્વાગત છે.
Welcome to the club @KieronPollard55 #sixsixes you beauty !!!
![]()
![]()
— Yuvraj Singh (@YUVSTRONG12) March 4, 2021
શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન કિરેન પોલાર્ડ એકલા હાથે જીત અપાવી હતી. પોલર્ડે કેપ્ટન ઇનિંગ્સ રમતી વખતે 11 બોલમાં 38 રન બનાવ્યા હતા અને તેની ટીમને 4 વિકેટથી વિજય અપાવ્યો હતો.
