ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને IPL 2024 માટે ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની પસંદગી કરી છે. પીટરસને IPL 2024ના બે સૌથી મોંઘા ખેલાડીઓ મિશેલ સ્ટાર્ક (24.75) અને પેટ કમિન્સ (20.50)ને પોતાની ટીમમાં સામેલ કર્યા નથી.
પીટરસને પોતાની ટીમમાં ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલ)ના બે ખેલાડીઓ અને રનર અપ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદના બે ખેલાડીઓ (હેનરિક ક્લાસેન અને થંગારાસુ નટરાજન)ને પસંદ કર્યા છે. આ સિવાય પીટરસને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમમાંથી સૌથી વધુ ખેલાડીઓની પસંદગી કર્યા છે.
તેણે આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ઓપનર તરીકે અને રજત પાટીદારને ત્રીજા સ્થાને સ્થાન આપ્યું છે. આ સિવાય RCB ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પણ પીટરસનની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટનો ભાગ છે.
કેવિન પીટરસન IPL 2024 ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ:
સુનીલ નારાયણ, વિરાટ કોહલી, રજત પાટીદાર, શિવમ દુબે, હેનરિક ક્લાસેન, કેમરોન ગ્રીન, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, થંગારાસુ નટરાજન.
Kevin Pietersen's IPL 2024 team of the tournament. pic.twitter.com/BGIXMNjXTi
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024