ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ચોથી મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે શનિવાર, 22 ફેબ્રુઆરીના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે જ્યાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
જોકે, આ મેચ શરૂ થાય તે પહેલા આયોજકોએ એક મોટી ભૂલ કરી દીધી જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો જોવા મળી રહ્યો છે. લાહોરમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી મેચ પહેલા ભૂલથી ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે ભારતીય રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. આ દૃશ્ય જોઈને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને ગદ્દાફી સ્ટેડિયમમાં હાજર દર્શકો ચોંકી ગયા.
આયોજકોને થોડીક સેકન્ડોમાં ભૂલનો અહેસાસ થયો અને તેમણે ભારતીય રાષ્ટ્રગીત બંધ કરીને ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીત શરૂ કર્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તમે નીચે જોઈ શકો છો.
Lmao, they played the Indian national anthem instead of Australia at Lahore for a couple of seconds by mistake.#ENGvsAUS pic.twitter.com/j5vhpiSV1O
— GOAT Sachin (@GOATSachin) February 22, 2025