
આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 યુએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી શરૂ થશે અને અંતિમ મેચ 14 નવેમ્બરે દુબઈમાં રમાશે. ટુર્નામેન્ટ રાઉન્ડ 1થી શરૂ થશે અને પ્રથમ મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની (PNG) વચ્ચે રમાશે. પાપુઆ ન્યૂ ગિનીની ટીમ પ્રથમ વખત આઈસીસી ગ્લોબલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.
પાપુઆ ન્યૂ ગિનીએ ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. ગ્રુપ બીમાં તેના સિવાય ઓમાન, સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશની ટીમો છે.
તમને જણાવી દઈએ કે 2015માં આ ફોર્મેટમાં પોતાની પ્રથમ મેચ રમનાર પાપુઆ ન્યૂ ગિનીની ટીમે અત્યાર સુધીમાં કુલ 26 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 17 જીતી છે.
પીએનજીના કેપ્ટન અસદ વાલાએ કહ્યું કે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવું એ તેમના માટે એક સપનું સાકાર થવાનું છે અને ટુર્નામેન્ટ રમવા માટે તેમના અને બાકીની ટીમ માટે ગૌરવની વાત છે.
ટી 20 વર્લ્ડ કપ માટે પાપુઆ ન્યૂ ગિનીની ટીમ:
અસદ વાલા (કેપ્ટન), ચાર્લ્સ અમીની, હિરી હિરી, નોર્મન વનુઆ, ટોની ઉરા, જય ગાર્ડનર, જય કિલા, કે. વાઘી મોરિયા, ચાડ સોપર, લેગા સિયાકા, ડેમિયન રવુ, નોસૈના પોકાના, ગૌડી ટોકા, કિપ્લિન ડોરિગા (ડબલ્યુકે), સેસે બાઉ, સિમોન અતાઇ
The Barramundis are coming
Assad Vala’s 16-man squad has been decided for the T20 World Cup pic.twitter.com/ogqUonY2o6
— T20 World Cup (@T20WorldCup) August 24, 2021
