
બાંગ્લાદેશ આ શ્રેણી પહેલા જ પોતાના નામે કરી ચૂક્યું છે…
બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ઓસ્ટ્રેલિયા સામે ચોથી ટી-20 મેચમાં એક રેકોર્ડ બનાવ્યો છે, જેને તે ઈચ્છે તો પણ ભૂલી શકશે નહીં. બાંગ્લાદેશ આ મેચમાં હારી ગયું હતું અને પ્રથમ વખત કાંગારૂઓ સામે ક્લિન સ્વીપ કરવાનું ટીમનું સપનું સાકાર થઈ શક્યું ન હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેનિયલ ક્રિશ્ચિયને શાકિબની ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી અને આવું કરનાર ઓસ્ટ્રેલિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. મોટી વાત એ છે કે શાકિબને તેની કારકિર્દીમાં બીજી વખત એક ઓવરમાં 30 રન ફટકારવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ પહેલા ઝિમ્બાબ્વેના ખેલાડી રેયાન બર્લે 2019 માં શાકિબની એક ઓવરમાં 30 રન બનાવ્યા હતા. તે સમયે બર્લે શાકિબની ઓવરમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા. ક્રિશ્ચિયન શાકિબની ઓવરમાં પાંચ છગ્ગા ફટકારનાર ઓસ્ટ્રેલિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.
Australia’s batters struggled yet again in Dhaka, but Dan Christian smashed five sixes off a Shakib Al Hasan over
https://t.co/1afUN8qnAV | #BANvAUS pic.twitter.com/AyisrW0FFF
— ESPNcricinfo (@ESPNcricinfo) August 8, 2021
બંને દેશો વચ્ચે વધુ એક ટી 20 મેચ રમવાની બાકી છે. બાંગ્લાદેશ આ શ્રેણી પહેલા જ પોતાના નામે કરી ચૂક્યું છે.
