
ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટના નુકસાન પર માત્ર 121 રન બનાવ્યા હતા…
બીજી ટી 20 મેચ 4 ઓગસ્ટના રોજ ઢાકામાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશ 5 વિકેટે જીત્યું હતું. આ સાથે યજમાન ટીમે 5 મેચોની આ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે તેને શ્રેણી જીતવા માટે માત્ર 1 મેચ જીતવાની જરૂર છે. શ્રેણીની બાકીની મેચ બંને ટીમો વચ્ચે 6, 7 અને 9 ઓગસ્ટે એક જ મેદાન પર રમાવાની છે.
ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશની આ બીજી ટી -20 જીત હતી. આ પહેલા તેણે શ્રેણીની પ્રથમ મેચમાં જ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ જીત નોંધાવી હતી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમાઈ છે, જેમાં 4 ઓસ્ટ્રેલિયાએ પોતાના નામે કરી છે. હવે જો બાંગ્લાદેશ આ શ્રેણીમાં એક પણ મેચ જીતી જાય, તો તે આ ટીમ સામે પ્રથમ વખત ટી-20 શ્રેણી જીતશે.
મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટના નુકસાન પર માત્ર 121 રન બનાવ્યા હતા. માર્શે 30 રન બનાવ્યા હતા. તેના સિવાય હેનરિક્સે 30 રન બનાવ્યા, પરંતુ ટીમને શરમજનક સ્કોરથી બચાવી શક્યા નહીં. વિરોધી ટીમ તરફથી મુસ્તાફિઝુર રહેમાને 3 વિકેટ લીધી હતી.
જવાબમાં એક વખત 59 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરતું બાંગ્લાદેશે આ મેચ 18.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી.
Bangladesh lead the five-match T20I series 2-0!
Afif Hossain and Nurul Hasan share an unbeaten 56-run stand to guide their side to a five-wicket win
https://t.co/1c6I7YaBu1 | #BANvAUS pic.twitter.com/BuIv9DCz2S
— ICC (@ICC) August 4, 2021

