
ટી-20 વર્લ્ડ કપમાં ભારતનું નામ પાકિસ્તાનની જર્સી પર દેખાશે. પાકિસ્તાનની નવી જર્સી પણ બહાર આવી છે. અગાઉ પાકિસ્તાનની વર્લ્ડ કપ માટે જે જર્સી બહાર આવી હતી, તેમાં ભારતને બદલે દુબઈ લખવામાં આવ્યું હતું. આના પર પણ ઘણા પ્રશ્નો હતા. તે જર્સીનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. હવે પાકિસ્તાનની નવી જર્સીનો ફોટો બહાર આવ્યો છે, જેમાં ભારત લખ્યું છે દુબઈ નહીં.
તમને જણાવી દઈએ કે, ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતમાં યોજાવાનો હતો પરંતુ બાદમાં કોરોનાને કારણે તેને સ્થગિત કરવામાં આવ્યો હતો. બાદમાં BCCI અને ICCની પરસ્પર સંમતિથી નક્કી કર્યું કે ટી-20 વર્લ્ડ કપનું આયોજન ઓમાન દુબઈમાં કરવામાં આવશે પરંતુ ભારતને સત્તાવાર આયોજક તરીકે ગણવામાં આવશે.
ક્રિકેટ વર્લ્ડ કપનો નિયમ છે કે જે પણ આયોજક દેશ હોય, તેનું નામ તમામ ટીમોની જર્સી પર લખેલું હોય છે. ભારત આયોજક છે, તેથી નિયમ પ્રમાણે ભારતનું નામ તમામ ટીમોની જર્સી પર હોવું જોઈએ, પરંતુ થોડા સમય પહેલા પાકિસ્તાનની નવી જર્સીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં દુબઈનું નામ હતું.
જર્સીનો ફોટો સામે આવતા જ સવાલો ઉભા થઈ રહ્યા હતા, પરંતુ હવે પાકિસ્તાનની નવી જર્સીનો ફોટો સામે આવ્યો છે. ભૂલ સુધારીને યુએઈને બદલે ભારત લખવામાં આવ્યું છે. પાકિસ્તાનની આ જર્સી પર અંગ્રેજીમાં લખ્યું છે ‘આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ ઈન્ડિયા 2021’.
