
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની તાકાત અને કન્ડીશનીંગ કોચ નિક વેબ ટી-20 વર્લ્ડ કપ બાદ રાજીનામું આપશે કારણ કે તે હવે વર્ષમાં પાંચથી આઠ મહિના સુધી મુસાફરી કરવા માંગતો નથી. વનડે વર્લ્ડ કપ બાદ શંકર બાસુનો કાર્યકાળ સમાપ્ત થયો ત્યારે ન્યૂઝીલેન્ડના વેબ 2019માં ભારતીય ટીમમાં જોડાયા હતો. કોરોના મહામારી બાદ હવે આટલા લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવા માંગતા નથી.
તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, મેં તાજેતરમાં જ બીસીસીઆઈને કહ્યું છે કે હું ટી 20 વર્લ્ડ કપ બાદ મારો કરાર રિન્યુ કરવા માંગતો નથી. આ એક સરળ નિર્ણય નહોતો પરંતુ આખું કુટુંબ પ્રથમ આવે પછી વર્તમાન કોરોના પ્રતિબંધોને જોતા ન્યુઝીલેન્ડ પહોંચવું એ મુખ્ય કારણ છે.
વેબએ કહ્યું, “ભવિષ્યમાં આ પ્રતિબંધોમાં છૂટછાટ હશે પરંતુ અનિશ્ચિતતાની સ્થિતિ અને વર્ષમાં પાંચથી આઠ મહિના સુધી પરિવારથી દૂર હોવાને કારણે, હું ટી-20 વર્લ્ડ કપ પછી આ પદ પર ચાલુ રહી શકતો નથી.”
તેણે કહ્યું, ભવિષ્ય શું છે તે ખબર નથી પણ આ સમયે હું રોમાંચિત છું. હું ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના સારા પ્રદર્શન માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. બે વર્ષથી વધુ સમયથી આ ટીમ સાથે જોડાયેલો ગર્વની વાત છે. અમે જીત્યા, હાર્યા, ઇતિહાસ રચ્યો અને એકબીજા સાથે પરિપક્વ થયા. આ ટીમ ખાસ છે કારણ કે દરેક ખેલાડી સ્પર્ધાત્મક છે.
