પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પૂર્વ નેતા મનોજ તિવારીએ પાર્ટી સામે ખુલ્લો બળવો કરતા ગંભીર આરોપો લગાવ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ તિવારીના નિવેદનોએ રાજકીય ચર્ચાઓને વધુ તેજ બનાવી દીધી છે.
તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મનોજ તિવારીએ બુધવારે પોતાના Facebook વિડિયો દ્વારા પાર્ટી અને સિનિયર નેતાઓ પર નિશાન સાધ્યું. તેણે આરોપ લગાવ્યો કે પાર્ટીએ માત્ર રાજકીય લાભ માટે તેનો ઉપયોગ કર્યો અને બાદમાં તેને અપમાન અને અવગણનાનો સામનો કરવો પડ્યો.
મનોજ તિવારીએ ખાસ કરીને પશ્ચિમ બંગાળ સરકારના સિનિયર મંત્રી અરૂપ બિસ્વાસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેને ક્યારેય સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવ્યા નહોતાં. તેના જણાવ્યા અનુસાર, મંત્રી તરીકેનો સમય “અપમાન અને બેઇજ્જતી”થી ભરેલો રહ્યો.
પૂર્વ ક્રિકેટરે વધુમાં કહ્યું કે તેણે રમતગમત ક્ષેત્રના વિકાસ માટે અનેક યોજનાઓ પર કામ કરવાની ઇચ્છા રાખી હતી, પરંતુ પાર્ટીના કેટલાક પ્રભાવશાળી નેતાઓ સતત અવરોધ ઉભા કરતા રહ્યા. તેના આક્ષેપો બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
હાલ તૃણમૂલ કોંગ્રેસ તરફથી મનોજ તિવારીના આરોપો પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે ચૂંટણી બાદ પાર્ટી અંદર અસંતોષ વધી રહ્યો છે.
#WATCH | Former West Bengal Sports Minister Manoj Tiwary says, “In this video, I want to explain how my work has been hindered over the past five years. I want to share this. Arup Biswas (TMC leader and former minister) prevented me from working. I come from the sports world and… pic.twitter.com/isM4CMyRe1
— ANI (@ANI) May 6, 2026
