ભારતીય ક્રિકેટ ટીમને ICC ટી20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વિકેટકીપર-બેટ્સમેન Ishan Kishanને બિહાર સરકાર તરફથી વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી Samrat Choudharyએ ઈશાન કિશનને 1 કરોડ રૂપિયાની ઇનામી રકમ આપીને સન્માનિત કર્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ ઈશાનના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી અને તેના સફળ ક્રિકેટ કરિયર માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમ્રાટ ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ઈશાન કિશન સાથેની તસવીરો શેર કરતા લખ્યું કે, “ICC ટી20 વર્લ્ડ કપ 2026 જીતનાર ભારતીય ટીમના સભ્ય અને બિહારના ગૌરવ ઈશાન કિશનને વિશ્વ કપ જીતમાં તેના મહત્વપૂર્ણ યોગદાન બદલ રાજ્ય સરકાર તરફથી 1 કરોડ રૂપિયાની રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ભવિષ્યમાં પણ બિહાર અને દેશનું નામ ગૌરવપૂર્વક રોશન કરતા રહે તેવી શુભેચ્છા.”
ટી20 વર્લ્ડ કપ 2026ના ફાઈનલ મુકાબલામાં India national cricket teamએ New Zealand national cricket teamને એકતરફી મુકાબલામાં હરાવી ખિતાબ જીત્યો હતો. ફાઈનલમાં ઈશાન કિશને ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 25 બોલમાં 54 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તેની આ તોફાની પારીના આધારે ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 255 રન બનાવ્યા હતા.
256 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ તરફથી Jasprit Bumrahએ ઘાતક બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 15 રન આપી 4 વિકેટ ઝડપી હતી. જ્યારે Suryakumar Yadavની કપ્તાનીમાં ભારત ઘરઆંગણે ટી20 વર્લ્ડ કપ જીતનાર અને ટાઇટલ ડિફેન્ડ કરનાર દુનિયાની પ્રથમ ટીમ બની હતી.
आईसीसी टी20 वर्ल्ड कप 2026 में विजेता भारतीय क्रिकेट टीम के सदस्य, शानदार बल्लेबाज, बिहार के लाल, श्री @ishankishan51 जी को विश्व कप जिताने में उनके महत्वपूर्ण योगदान के लिए राज्य सरकार द्वारा 1 करोड़ रुपए की राशि देकर सम्मानित किया।
सफल क्रिकेट करियर के लिए हार्दिक शुभकामनाएँ,… pic.twitter.com/4AApkthmUG
— Samrat Choudhary (@samrat4bjp) May 15, 2026
