IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સનું અભિયાન પૂર્ણ થયા બાદ ટીમના કેપ્ટન Hardik Pandya ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લો લીગ મેચ રમ્યા બાદ થોડા જ કલાકોમાં હાર્દિકને તેની ગર્લફ્રેન્ડ સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો અંદાજ લગાવી રહ્યા છે કે હાર્દિક હવે વેકેશન માટે નીકળ્યા છે.
એરપોર્ટ પર હાર્દિક ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યા હતા, જ્યારે તેમની ગર્લફ્રેન્ડ કેઝ્યુઅલ અને સ્ટાઇલિશ અંદાજમાં નજર આવી હતી. બંને સાથે દેખાતા જ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક ફેન્સે તેને સપોર્ટ કર્યો, તો કેટલાક લોકોએ મુંબઈ ઇન્ડિયન્સના નિરાશાજનક પ્રદર્શન બાદ ફરી હાર્દિકની ટીકા પણ કરી.
IPL 2026 હાર્દિક માટે કેપ્ટન અને ખેલાડી બંને રૂપે ખાસ સફળ રહ્યું નહોતું. મુંબઈ ઇન્ડિયન્સ પોઇન્ટ્સ ટેબલમાં નવમા સ્થાને રહી પ્લેઓફમાં સ્થાન બનાવી શકી નહોતી. ટીમના ખરાબ પ્રદર્શનને કારણે હાર્દિક સતત દબાણમાં રહ્યા હતા.
રાજસ્થાન સામેના અંતિમ મુકાબલામાં મુંબઈને 206 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ટીમની શરૂઆત ખરાબ રહી અને રોહિત શર્મા સહિત ટોપ ઓર્ડર ઝડપથી પેવેલિયન પરત ફર્યો હતો. જોકે Suryakumar Yadavએ 60 રનની લડાયક ઇનિંગ રમી હતી, જ્યારે હાર્દિકે માત્ર 15 બોલમાં 34 રનની તોફાની ઇનિંગ રમી ટીમને આશા અપાવી હતી. છતાં અંતે મુંબઈ 175 રન સુધી જ પહોંચી શક્યું અને Rajasthan Royalsએ 30 રને જીત મેળવી પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું.
