
વેસ્ટ ઈન્ડિઝની ટીમના ખતરનાક બેટ્સમેન એવિન લુઈસે સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ફરી એકવાર પોતાના બેટ દેખાડ્યા. CPL પછી IPL મેચમાં જોરદાર ફટકો મારીને પોતાનું ફોર્મ દેખાડનાર લુઈસે આફ્રિકા સામે 35 બોલમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. આ સાથે તેણે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ મારવાના રેકોર્ડમાં કોલિન મુનરોને પાછળ છોડી દીધા છે. ન્યૂઝીલેન્ડના મુનરોએ ટી-20 ઈન્ટરનેશનલમાં 107 સિક્સર ફટકારી છે જ્યારે લુઈસના નામે 110 સિક્સર છે.
સૌથી વધુ છગ્ગા:
147 માર્ટિન ગુપ્ટિલ, ન્યુઝીલેન્ડ
133 રોહિત શર્મા, ભારત
122 ક્રિસ ગેલ, વિન્ડીઝ
116 ઇઓન મોર્ગન, ઇંગ્લેન્ડ
110 એવિન લેવિસ, વિન્ડીઝ
107 કોલિન મુનરો, ન્યુઝીલેન્ડ
જણાવી દઈએ કે દુબઈના મેદાન પર પહેલા રમતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા. પરતું આફ્રિકાએ આ મેચ આસનથી જીતી લીધી હતી.
