IPL 2026ના ક્વોલિફાયર-1 પહેલાં Virat Kohli અને Shubman Gill વચ્ચેનો એક મજેદાર ક્ષણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં મેચ પહેલાં બંને સ્ટાર ખેલાડીઓ વચ્ચે થયેલી હળવી મસ્તીએ ફેન્સનું દિલ જીતી લીધું છે.
વાયરલ વીડિયોમાં શુભમન ગિલ પહેલા RCBના ખેલાડીઓ સાથે વાત કરતા જોવા મળે છે. એ દરમિયાન વિરાટ કોહલી ત્યાં પહોંચે છે અને બંને એકબીજાને ગરમજોસીથી હગ કરે છે. ત્યારબાદ કોહલી ગિલની દાઢી પર મજાકીય અંદાજમાં ટિપ્પણી કરતા જોવા મળે છે. વિરાટ ગિલનો ચહેરો પકડીને તેની દાઢી તરફ ઈશારો કરે છે, જેને જોઈ આસપાસ ઉભેલા ખેલાડીઓ પણ હસી પડે છે.
ફેન્સને બંને ખેલાડીઓની આ બોન્ડિંગ ખૂબ જ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે આ વીડિયોને “સીઝનનો સૌથી ક્યૂટ ક્રિકેટ મોમેન્ટ” ગણાવ્યો છે. કેટલાક ફેન્સે લખ્યું કે, “વિરાટ અને ગિલ વચ્ચેનો સંબંધ હવે માત્ર સિનિયર-જૂનિયર સુધી સીમિત નથી રહ્યો, બંને વચ્ચે ગજબની મિત્રતા જોવા મળે છે.”
આ પહેલી વાર નથી જ્યારે વિરાટ અને ગિલ વચ્ચેની મસ્તી ચર્ચામાં આવી હોય. IPL 2026 દરમિયાન બંને વચ્ચે મેદાન પર ઘણી વખત રમૂજી અને ક્યારેક આક્રમક પળો પણ જોવા મળી હતી. જોકે આ વખતેનો વીડિયો સંપૂર્ણ રીતે હળવા અને મિત્રતાભર્યા અંદાજમાં હતો, જેના કારણે ફેન્સ વધુ ખુશ દેખાયા.
Kohli 😭 pic.twitter.com/vm0Ci0l51E
— Out Of Context Cricket (@GemsOfCricket) May 26, 2026
