IPL 2026માં પોતાની તોફાની બેટિંગથી સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવનાર 15 વર્ષીય Vaibhav Sooryavanshi ફરી એકવાર ચર્ચામાં છે. જોકે આ વખતે તેનું કારણ તેની બેટિંગ નહીં, પરંતુ તેની મજેદાર હાઝરજવાબી છે. IPL ફાઇનલ બાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન વૈભવે માત્ર પોતાના પ્રદર્શનથી જ નહીં પરંતુ પોતાના જવાબથી પણ સૌનું દિલ જીતી લીધું.
રાજસ્થાન રોયલ્સના આ યુવા સ્ટારે IPL 2026માં શાનદાર રમત બતાવી હતી. સીઝન પૂર્ણ થયા બાદ તેને ઓરેન્જ કેપ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન અને સૌથી વધુ છગ્ગા મારવાના એવોર્ડ સહિત કુલ 5 મોટા વ્યક્તિગત એવોર્ડ મળ્યા હતા.
જ્યારે વૈભવ એક પછી એક ટ્રોફી લેવા સ્ટેજ પર પહોંચ્યો ત્યારે પૂર્વ ભારતીય ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર Ravi Shastri પણ તેની તાકાત અને ક્લીન હિટિંગથી પ્રભાવિત થઈ ગયા. મજાકીય અંદાજમાં શાસ્ત્રીએ વૈભવને પૂછ્યું, “તમે દરરોજ કેટલું દૂધ પીવો છો?” આ સવાલ સાંભળતા જ ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા.
પરંતુ ત્યારબાદ વૈભવે જે જવાબ આપ્યો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. તેણે હસતા-હસતા કહ્યું, “હું હવે દૂધ પીતો જ નથી!” વૈભવનો આ નિર્દોષ અને રમૂજી જવાબ સાંભળીને સ્ટેજ પર હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વૈભવે IPL 2026માં 16 ઇનિંગ્સમાં 776 રન ફટકારીને ઓરેન્જ કેપ જીતી હતી. એટલું જ નહીં, તેણે 72 છગ્ગા ફટકારીને Chris Gayleનો 14 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે જે સિદ્ધિ મેળવી છે તેનાથી તે ભારતીય ક્રિકેટનો આગામી સુપરસ્ટાર માનવામાં આવી રહ્યો છે.
Ravi Shastri asked to Vaibhav Suryavanshi: How much milk do you drink daily?😭 https://t.co/xYxpl86Xug
— Cricket Central (@CricketCentrl) May 31, 2026
