ભારતીય ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં સ્થાન મેળવીને દિગ્ગજ બેટર Sachin Tendulkarનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી, જેમાં વૈભવનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું.
વૈભવ સૂર્યવંશી છેલ્લા કેટલાક મહિનાથી સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. IPL 2026માં Rajasthan Royals માટે રમતા તેણે ધમાકેદાર બેટિંગ કરી હતી. સમગ્ર સિઝનમાં તેણે 776 રન બનાવ્યા હતા અને સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તેની આ અદભૂત સિઝન બદલ તેને MVP અને બેસ્ટ ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ પણ મળ્યો હતો.
મુખ્ય પસંદગીકાર Ajit Agarkarએ પણ સ્વીકાર્યું કે વૈભવનું પ્રદર્શન એટલું પ્રભાવશાળી હતું કે પસંદગીકારો તેને અવગણી શક્યા નહીં. તેના જણાવ્યા મુજબ વૈભવે પોતાના બેટથી ટીમમાં સ્થાન મેળવવા માટે દાવો મજબૂત કર્યો હતો.
અત્યાર સુધી ભારત માટે સૌથી ઓછી ઉંમરે પસંદગી પામવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. હવે વૈભવે તે સિદ્ધિને પાછળ છોડી નવી ઇતિહાસ રચી છે. ક્રિકેટ ચાહકો હવે આતુરતાથી તેની આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ ઇનિંગ્સની રાહ જોઈ રહ્યા છે.
શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ રમનારી આ નવી T20 ટીમમાં વૈભવ સૂર્યવંશી સૌથી મોટું આકર્ષણ બન્યો છે અને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવી રહ્યો છે.
🚨 𝗨𝗣𝗖𝗢𝗠𝗜𝗡𝗚 𝗥𝗘𝗖𝗢𝗥𝗗
Vaibhav Sooryavanshi is all set to be India’s youngest cricketer aged 1️⃣5️⃣, and break the record of Sachin Tendulkar 💥#IREvIND #IndianCricket pic.twitter.com/lyHO2iM521
— Cricketangon (@cricketangon) June 6, 2026
