બાંગ્લાદેશ સામે રમાનારી ત્રણ મેચોની વન-ડે સિરીઝ પહેલાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના નિયમિત કપ્તાન મિચેલ માર્શ અને સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડ આ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓની ગેરહાજરીમાં વિકેટકીપર બેટર જોશ ઇંગ્લિસ ટીમની કપ્તાની સંભાળશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલી માહિતી અનુસાર મિચેલ માર્શ હજુ પણ એન્કલ ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થયા નથી, જ્યારે ટ્રેવિસ હેડ વ્યક્તિગત કારણોસર ઉપલબ્ધ નહીં રહે. આ ઉપરાંત લેગ સ્પિનર તનવીર સંઘા પણ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે ODI સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
આ મહત્વના ખેલાડીઓની ગેરહાજરી વચ્ચે ઓસ્ટ્રેલિયાએ ઓફ-સ્પિનર ટોડ મર્ફીને ટીમમાં સામેલ કર્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં પોતાની છાપ છોડી ચૂકેલા મર્ફીને હવે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે. બાંગ્લાદેશની સ્પિનને અનુકૂળ પિચોને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
માર્શ અને હેડના બહાર થતાં યુવા બેટર ઓલી પીક અને ઓલરાઉન્ડર મેટ શોર્ટને પણ ટીમ સાથે જાળવી રાખવામાં આવ્યા છે. પાકિસ્તાન સામેની સિરીઝ બાદ બંને ખેલાડીઓ ઘરે પરત ફરવાના હતા, પરંતુ નવી પરિસ્થિતિને કારણે તેને વધુ એક તક આપવામાં આવી છે.
બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI સિરીઝ 9 જૂનથી શરૂ થવાની છે. બંને ટીમો માટે આ સિરીઝ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આગામી ICC ટૂર્નામેન્ટ્સને ધ્યાનમાં રાખીને ખેલાડીઓની તૈયારી અને ટીમ કોમ્બિનેશનનું મૂલ્યાંકન થશે. ઓસ્ટ્રેલિયા માટે હવે પડકાર રહેશે કે તે પોતાના મુખ્ય ખેલાડીઓ વિના બાંગ્લાદેશની મજબૂત ટીમ સામે કેવી રીતે પ્રદર્શન કરે છે.
Todd Murphy, who made his Test debut vs India in 2023, has been picked in the ODI squad for the Bangladesh tour.
He has never played white-ball cricket so far for Australia 👀 pic.twitter.com/VJQYjNImqg
— Cricbuzz (@cricbuzz) June 8, 2026
