મહિલા T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત ઇંગ્લેન્ડ માટે યાદગાર રહી. ઇંગ્લેન્ડની સ્ટાર ઓપનર Danni Wyatt-Hodge એ શ્રીલંકા સામે શાનદાર અણનમ 105 રનની ઇનિંગ્સ રમીને પોતાની ટીમને 87 રનની વિશાળ જીત અપાવી હતી. એજબેસ્ટન ખાતે રમાયેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 219/1નો વિશાળ સ્કોર બનાવ્યો, જે મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી મોટો ટીમ સ્કોર બની ગયો.
ડેની વાયટ-હોજની આ સદી માત્ર ક્રિકેટિંગ દ્રષ્ટિએ જ નહીં પરંતુ ભાવનાત્મક રીતે પણ ખૂબ ખાસ હતી. થોડા અઠવાડિયા પહેલાં જ તે માતા બન્યા હતા અને તેની દીકરી ‘ડેઝી’નો જન્મ થયો હતો. સદી પૂર્ણ કર્યા બાદ તેણે પોતાના બેટને બાળકની જેમ ઝુલાવવાનો અનોખો ‘બેબી રોક’ સેલિબ્રેશન કર્યો, જે સીધો તેની નવજાત દીકરીને સમર્પિત હતો. આ દ્રશ્યે સ્ટેડિયમમાં હાજર દર્શકો અને સોશિયલ મીડિયા પર ચાહકોનું દિલ જીતી લીધું.
વાયટ-હોજે 62 બોલમાં 105 રન બનાવ્યા, જેમાં અનેક આકર્ષક બાઉન્ડરી અને સિક્સરોનો સમાવેશ થયો હતો. તેની સાથે એમી જોન્સે પણ 53 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી, જ્યારે કેપ્ટન નેટ સિવર-બ્રન્ટે 22 બોલમાં અણનમ 46 રન ફટકાર્યા હતા.
219 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી શ્રીલંકાની ટીમ દબાણમાં આવી ગઈ અને 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડ તરફથી ફ્રેયા કેમ્પે 4 વિકેટ ઝડપી મેચનો રંગ સંપૂર્ણપણે બદલી નાખ્યો.
આ જીત સાથે ઇંગ્લેન્ડે મહિલા T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. બીજી તરફ, ડેની વાયટ-હોજની સદી અને તેની દીકરી માટેનું ભાવુક સેલિબ્રેશન આ મેચની સૌથી ચર્ચિત ક્ષણ બની ગયું છે.
Dani Wyatt smashed 105* off 62 balls vs Sri Lanka 🏴
– 7th batter to score hundred in Women’s T20 World Cup.
– 3rd leading run scorer in T20 World Cup for England.
– Only England batter to score 3 hundreds in T20I’s. [Women’s]pic.twitter.com/EGM8vx8AXu— Maina Singh (@Maina_Singhx77) June 12, 2026
