ભારત ‘એ’ ટીમના કેપ્ટન અને ભારતીય ટી20 ટીમના ઉપ-કપ્તાન Tilak Varma ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. શ્રીલંકામાં ભારત ‘એ’ને ટ્રાઈ સિરીઝનો ખિતાબ અપાવ્યાના માત્ર એક દિવસ બાદ તિલકે તેલંગાણા ટી20 લીગમાં ધમાકેદાર સદી ફટકારીને પોતાની શાનદાર ફોર્મનો પુરાવો આપ્યો છે.
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મેડક ફાલ્કન્સ તરફથી રમતા તિલક વર્માએ વોરંગલ વોરિયર્સ સામે અણનમ 136 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા તિલકે માત્ર 43 બોલમાં સદી પૂરી કરી અને આખી ઇનિંગ્સ દરમિયાન 56 બોલમાં 14 ચોગ્ગા તથા 7 છગ્ગાની મદદથી 136 રન ફટકાર્યા. તેનો સ્ટ્રાઈક રેટ 240થી પણ વધુ રહ્યો.
મેચમાં વોરંગલ વોરિયર્સે પહેલા બેટિંગ કરીને 7 વિકેટે 258 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે અમન રાવ પેરાલાએ 48 બોલમાં 142 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી. આ વિશાળ લક્ષ્યાંક સામે મેડક ફાલ્કન્સ મુશ્કેલીમાં દેખાતી હતી, પરંતુ તિલક વર્માએ એકલા હાથે મેચનો રંગ બદલી નાખ્યો. તેમની તોફાની બેટિંગના કારણે મેડક ફાલ્કન્સે 259 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો.
ઉલ્લેખનીય છે કે તિલક વર્માએ તાજેતરમાં શ્રીલંકામાં યોજાયેલી ટ્રાઈ સિરીઝમાં ભારત ‘એ’નું નેતૃત્વ કર્યું હતું અને ટીમને ખિતાબ અપાવ્યો હતો. તે ટુર્નામેન્ટમાં પણ તેમણે સતત સારું પ્રદર્શન કર્યું હતું અને મહત્વપૂર્ણ રનોનું યોગદાન આપ્યું હતું.
આ સદી સાથે તિલક વર્માએ આયર્લેન્ડ સામે શરૂ થનારી ટી20 શ્રેણી પહેલા પોતાની ફોર્મ અને આત્મવિશ્વાસ બંનેનો મજબૂત સંકેત આપ્યો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે પણ આ પ્રદર્શન ખુશખબર સમાન છે, કારણ કે તિલક આગામી આંતરરાષ્ટ્રીય પડકારો માટે સંપૂર્ણ રીતે તૈયાર દેખાઈ રહ્યા છે.
2⃣5⃣9⃣ chased down 🔥
Tilak Varma headlined a stunning chase in the TG20 last night, scoring an unbeaten 136 off 56 for the Medak Falcons against Warangal Warriors.
He hit 14 fours and 8 sixes! pic.twitter.com/PnwRDLSFc8
— Cricbuzz (@cricbuzz) June 23, 2026
