ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027ને લઈને અત્યારથી જ ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. ખાસ કરીને પાંચ વખતની ચેમ્પિયન ટીમ Chennai Super Kings (CSK)ના આગામી કેપ્ટનને લઈને અનેક અટકળો ચાલી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ CSK મેનેજમેન્ટ ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નેતૃત્વમાં મોટા ફેરફાર પર વિચાર કરી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર હાલના કેપ્ટનને જ IPL 2027માં પણ ટીમની કમાન સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. ફ્રેન્ચાઇઝી તેમને લાંબા ગાળાના નેતા તરીકે જોઈ રહી છે અને ટીમના પુનઃનિર્માણની જવાબદારી પણ તેના ખભા પર મૂકવા માંગે છે. CSKનો છેલ્લા બે સીઝનમાં દેખાવ અપેક્ષા મુજબ રહ્યો નથી, જેના કારણે ટીમ મેનેજમેન્ટ ભવિષ્ય માટે સ્થિર નેતૃત્વ ઇચ્છે છે.
CSK માટે સૌથી મોટો સવાલ હજુ પણના ભવિષ્યને લઈને છે. IPL 2026 દરમિયાન ધોની એકપણ મેચ રમ્યા નહોતા અને તેના આગામી સીઝનમાં રમવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ કારણે ટીમ હવે નવી પેઢીના ખેલાડીઓને આગળ લાવવાની તૈયારીમાં લાગી ગઈ છે.
બીજી તરફ, મુખ્ય કોચ IPL 2027માં પણ CSK સાથે જ રહેશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ માને છે કે ફ્લેમિંગનો અનુભવ અને વ્યૂહરચના આગામી વર્ષોમાં ટીમને ફરી ટોચ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
જોકે કેટલાક અહેવાલોમાં અન્ય ખેલાડીઓના નામ પણ કેપ્ટનશિપ માટે ચર્ચામાં આવ્યા છે, પરંતુ હાલની સ્થિતિમાં રુતુરાજ ગાયકવાડ સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. જો CSK મેનેજમેન્ટ તેમના પર વિશ્વાસ જાળવી રાખશે તો IPL 2027માં પણ તેઓ જ પીળી જર્સી ધરાવતી ટીમનું નેતૃત્વ કરતા જોવા મળી શકે છે. CSKના ચાહકો હવે આગામી સીઝન પહેલાં ફ્રેન્ચાઇઝીના સત્તાવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
